પાછા ન જશો

બાઇબલમાં હિબ્રૂઓનું પુસ્તક યહૂદી વિશ્વાસીઓને લખવામાં આવ્યું હતું, જે સતત સતાવણી ના કારણે તેમનો વિશ્વાસ ગુમાવવાના આરે હતા. તેમાંના કેટલાકને જેલમાં પણ રાખવામાં આવ્યા હતા (હિબ્રૂ 13:3).  પરંતુ લાગે છે કે અત્યાર સુધી કોઈ શહીદ થયા હતા નહિ (હિબ્રૂ 12: 3-4).

આ તેમના માટે નવું ન હતું. ઈસુ ખ્રિસ્તમાં તેમની શ્રદ્ધા હોવાને કારણે, તેઓએ અગાઉ પણ સતાવણીનો સામનો કર્યો હતો. ભૂતકાળ માં, તેઓ જાહેરમાં અપમાન અને વેદનાઓનો ભોગ બન્યા હતા. તેઓએ તેમની મદદ પણ કરી હતી જેની સાથે આ રીતે વર્તન કરવામાં આવ્યું હતું. અને જ્યારે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારે તેઓએ ખુશીથી સહન કર્યું હતું (હિબ્રૂ 10:32-34). પરંતુ હવે જ્યારે તેઓ ફરીથી સતાવણીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓ તેને સહન કરવા માંગતા નથી. તેઓને તેમના જૂના ધર્મમાં પાછા ફરવાનું વધુ સારું અને સલામત લાગ્યું. તેઓ સત્યથી સરકી રહ્યા હતા. તેમાંના કેટલાક લોકોએ ચર્ચની સભાઓમાં જવાનું પણ બંધ કર્યું હતું (હિબ્રૂ 10:25). તેથી જ આ પત્રમાં લેખક વારંવાર તેના પ્રેક્ષકોને, ઝડપી રાખવા અથવા અંત સુધી મક્કમ પકડ રાખવા પર ભાર મૂકે છે.

હિબ્રૂ 2:1 – “…તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ…”
હિબ્રૂ 3:6  – “…આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ…”
હિબ્રૂ 3:14  – “ કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું…”
હિબ્રૂ 4:14  – “…જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ…”
હિબ્રૂ 6:11  – “…તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો…”
હિબ્રૂ 10:23  – “ જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ…”
હિબ્રૂ 10:35  – “ માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ…”

જ્યારે જીવન તમને એક પછી એક સમસ્યાઓથી આશ્ચર્ય કરે છે, ત્યારે નિરાશ થશો નહીં. ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ. તેના બદલે, દેવના વચન પર વધુ ધ્યાન આપો અને અંત સુધી તમારા ઉદ્ધારકને પકડી રાખો. યાતનાઓને ધૈર્યથી સહન કરો કારણ કે તે આવનાર યુગમાં સમૃદ્ધ પુરસ્કાર ધરાવે છે. વિશ્વાસ દ્વારા જીવો અને ઈસુ ખ્રિસ્ત માટે તમારી પ્રતિબદ્ધતા ક્યારેય છોડશો નહીં (હિબ્રૂ 10:35-39, માથ્થી 5:11,12).

જ્યારે આપણે પીડા સહન કરીએ છીએ ત્યારે શું દેવ આપણને મદદ કરે છે? પરેશાનીઓ દરમિયાન શું દેવ આપણા જીવનમાં શામેલ છે? અથવા જ્યારે આપણને દેવની ખૂબ જરૂર હતી ત્યારે શું દેવે આપણને છોડી દીધા છે ? હિબ્રૂઓના લેખક આપણને આ સંદર્ભમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવે છે.

1.     જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા ઈસુ ખ્રિસ્ત સક્ષમ છે. (હિબ્રૂ 2:18)
2.     ઈસુ ખ્રિસ્ત આપણી નબળાઇઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા સક્ષમ છે. તે આપણી વાસ્તવિકતાના સંપર્કમાં છે. (હિબ્રૂ 4:15)
3.     ઈસુ ખ્રિસ્ત આપણને સંપૂર્ણ રીતે બચાવી શકે છે કારણ કે તે આપણા માટે દેવ સમક્ષ મધ્યસ્થતા કરવા હંમેશાં જીવે છે. (હિબ્રૂ 7:25)

જીવનમાં જ્યારે તમે મુશ્કેલ સમયમાંથી પસાર થાઓ, ત્યારે પાછા ન જશો. કયારેય હતાશ થશો નહીં. કેમકે આપણા સ્વર્ગીય પિતા આપણી મદદ કરવા, આપણી પ્રત્યેની સહાનુભૂતિ બતાવવા અને આપણને સંપૂર્ણ રીતે બચાવવા માટે હંમેશાં તૈયાર છે. તે આપણને બધી કસોટીઓ દરમ્યાન ટકાવી રાખશે. તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. જ્યારે આપણને દેવની ખૂબ જરૂર હશે, ત્યારે એ આપણને ત્યાં મળશે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળશે (હિબ્રૂ 4:16) !! પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બધાને તેની ટકાવી રાખનાર કૃપા થી આશીર્વાદ આપે !!

Don’t go back

The book of Hebrews was written to the Jewish believers who were on the verge of losing their faith due to consecutive persecution. Some of them were imprisoned also (Hebrews 13:3). But it seems that nobody was martyred still (Hebrews 12:3-4).

This was not new for them. Because of their faith in Jesus Christ, they have faced persecution earlier also. During their earlier days they themselves were publicly exposed to insult and afflictions, they helped them who were treated in this way and they joyfully endured the confiscation of their property. But now when they are again facing the persecution, they don’t want to endure it. They felt it better and safe to go back to their old religion. They were slipping away from the truth. Even some of them were staying away from the church meetings (Hebrew 10:25). That’s why in this letter the author is again and again stressing his audience to hold fast or to have a firm grip till the end.

Hebrew 2:1 – “…give the more earnest heed to the things…”

Hebrew 3:6 – “…hold fast the confidence and the rejoicing of the hope firm unto the end.”

Hebrew 3:14 – “…hold the beginning of our confidence stedfast unto the end;”

Hebrew 4:14 – “…let us hold fast our profession.”

Hebrew 6:11 – “…every one of you do shew the same diligence to the full assurance of hope unto the end:”

Hebrew 10:23 – “Let us hold fast the profession of our faith without wavering;”

Hebrew 10:35 – “Cast not away therefore your confidence”

When life surprises you with problems one after the another, don’t despair. Don’t throw away your confidence. Instead, pay more attention to the word of God and hold fast to your Redeemer unto the end. Patiently endure the troubles because it carries rich reward in the age to come. Live by faith and never give up your commitment to Jesus Christ. (Hebrew 10:35-39)

Do we have to just go on enduring the pain without any help from God? Does God involve in our life during troubling times? Or Have God left us when we needed Him the most? The writer of the Hebrews tells us few important things in this regard.

1. Jesus Christ is able to help those who are being tempted. – Hebrew 2:18

2. Jesus Christ is able to sympathize with our weaknesses. He is not out of touch with our reality. – Hebrew 4:15

3. Jesus Christ is able to save us completely because He always lives to intercede for us. – Hebrew 7:25

Don’t go back when you are going through tough times. Never give up. Our heavenly Father is always there to help us, to sympathize with us and to save us completely. He will sustain you through all the trials. So, let us approach the throne of grace with confidence and find Him there when we need him most. There shall we obtain mercy and find grace to help in time of need (Hebrew 4:16)!! May God bless us all with His sustaining grace!!